VIDEO: Ahmedabad / બોગસ LC રજૂ કરનાર મહિલા કોર્પોરેટર સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો
અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં રહેતા કલ્પનાબેન નવલેકર સામે નકલી સ્કૂલ
અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં રહેતા કલ્પનાબેન નવલેકર સામે નકલી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ બનાવવા બદલ ગુનો નોંધાયો છે. કૃષ્ણનગર વિદ્યાવિહારના મેનેજિંગ ટ્રસ્ટીએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. આરોપી મહિલાએ આ બોગસ દસ્તાવેજના આધારે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. હાલ કૃષ્ણનગર પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ શૈક્ષણિક અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.




