મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: માંડવીના બલેઠી ગામે પાર્ક કરેલી બસમાં લાગી આગ, વહેલી સવારે આગ લાગતા મચી અફડાતફડી

ઉનાળાની શરૂઆત થતાની સાથે જ આગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત જિલ્લાના માંડવી તાલુકાના બલેઠી ગ

ઉનાળાની શરૂઆત થતાની સાથે જ આગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત જિલ્લાના માંડવી તાલુકાના બલેઠી ગામે વહેલી સવારે આગની ઘટના સામે આવી હતી. મંદિર ફળિયામાં પાર્ક કરેલી બસમાં આગ લાગી હતી. અચાનક લાગેલી આગમાં આસપાસ પાર્ક કરેલી બે બસ ભડકે બળી હતી. બંન્ને બસ બળીને ખાક થઈ જતાં બસ માલિકોને લાખોનું નુકસાન થયું હતું. આગની જાણ થતાં માંડવી ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે ઝડપથી પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ અકબંધ રહેવા પામ્યું હતું.

આ સમાચાર શેર કરો