મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઓખા નગરપાલિકા ચૂંટણી પહેલાં ભાજપનો વિજય: વોર્ડ નંબર 4ની આખી પેનલ બિનહરીફ

ઓખા નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાય તે પહેલાં જ ભાજપન

તસવીર: gstv

ઓખા નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાય તે પહેલાં જ ભાજપને મોટી સફળતા મળી છે. ચૂંટણીમાં  વોર્ડ નંબર 4માં ભાજપના ઉમેદવારો સામે અન્ય કોઈ ઉમેદવાર મેદાનમાં ન રહેતા આખી પેનલ બિનહરીફ વિજેતા જાહેર થઈ છે. જેમાં ભાજપના ઉમેદવાર ચેતનભા માણેક, દક્ષાબેન થોભાણી, મિલન બારીયા અને હીનાબેન નિમાવતનો સમાવેશ થાય છે. આગામી 11 ઓક્ટોબરે મતદાન યોજાવાનું છે, તે પહેલાં જ વોર્ડ નંબર ચારનું પરિણામ ભાજપના પક્ષમાં આવતા પક્ષના કાર્યકર્તાઓ અને સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.  

આ સમાચાર શેર કરો