VIDEO: ભાજપના સંબિત પાત્રાએ વિપક્ષ પર સાધ્યું નિશાન, વિપક્ષી નેતાઓ ચૂંટણી જીત્યા વગર જ શોર્ટકટથી સત્તા મેળવવા માંગે છે
સ્ટારલિંક અંગે વિપક્ષી નેતાઓની સોશિયલ મીડિયા

સ્ટારલિંક અંગે વિપક્ષી નેતાઓની સોશિયલ મીડિયા પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ સંબિત પાત્રાએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો હતો કે આ લડાઈ મોદી વિરુદ્ધ મીર જાફર જેવી છે.સંબિત પાત્રાએ આરોપ લગાવ્યો કે વિપક્ષી નેતાઓ ચૂંટણી જીત્યા વગર જ શોર્ટકટથી સત્તા મેળવવા માંગે છે અને તેના માટે તેઓ દેશને ગીરવે મૂકવા પણ તૈયાર છે. રસ્તાઓ પર અરાજકતા ફેલાવીને દેશને અસ્થિર કરવાનો આ પ્રયાસ છે, જેને જનતાએ ઓળખવો પડશે તેમ તેમણે ઉમેર્યું હતું.




