મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાજપ નેતા ભરત કાનાબારે તુકારામ મુંઢેની કામગીરીને લઈ કર્યા વખાણ

અમરેલી ભાજપના નેતા ડો. ભરત કાનાબારે મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ કમિશનર તુકારામ મુંઢેની કામગીરી

તસવીર: gstv

અમરેલી ભાજપના નેતા ડો. ભરત કાનાબારે મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ કમિશનર તુકારામ મુંઢેની કામગીરીને લઈને ટ્વીટ કર્યું છે. કાનાબારે જણાવ્યું કે મુંઢેએ માત્ર ત્રણ મહિનામાં નબળી ગુણવત્તાની ખાદ્ય વસ્તુઓ બનાવતા અને વેચતા નાના સ્ટ્રીટ ફૂડ આઉટલેટ્સથી લઈને પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય ચેઇન રેસ્ટોરન્ટ્સ સુધી 3 હજારથી વધુ કોમર્શિયલ સંસ્થાઓ પર દરોડા પાડ્યા છે. તેમાં મેકડોનાલ્ડ્સ, ડોમિનોઝ, પિઝા હટ સહિત ઝોમેટો, સ્વિગી અને બ્લિંકિટ જેવી સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે. કાનાબારે કહ્યું કે નિષ્ઠા અને પ્રમાણિકતાથી ફરજ બજાવતો અધિકારી મોટો બદલાવ લાવી શકે છે. તેમણે કાયદાના નિષ્પક્ષ અમલને જરૂરી ગણાવી રાજકીય દખલગીરીના બહાના સામે પણ સવાલ ઉઠાવ્યો છે.

આ સમાચાર શેર કરો