'ટોપલેસ, બ્રેનલેસ અને શેમલેસ', AI સમિટમાં કોંગ્રેસના શર્ટલેસ પ્રદર્શન પર ભડક્યું ભાજપ
રાજધાની દિલ્હીના ભારત મંડપમાં ચાલી રહેલા ‘ઈન્ડિયા એઆઈ સમિટ-2026’માં કોંગ્રેસના ક
રાજધાની દિલ્હીના ભારત મંડપમાં ચાલી રહેલા ‘ઈન્ડિયા એઆઈ સમિટ-2026’માં કોંગ્રેસના કાર્યક્રરોએ શર્ટ ઉતારીને વિરોધ પ્રદર્શન કરતા ભારે વિવાદ ઉભો થયો છે. ભાજપે આ ષડયંત્ર પાછળ રાહુલ ગાંધીનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે. ભાજપના નેતા સંબિત પાત્રાએ કહ્યું કે, કેટલાક દેખાવકારોએ બારકોડ લઈને કાર્ક્રમમાં પ્રવેશ કર્યો હતો અને તેઓએ વિરોધના ભાગરૂપે પોતાની ટી-શર્ટ ઊંધી પહેરેલી હતી.
ભાજપના ગાંધી પરિવાર પર ગંભીર આક્ષેપ
સંબિત પાત્રાએ દાવો કર્યો છે કે, એઆઈ સમિટમાં દેખાવો કોઈ અચાનક બનેલી ઘટના નથી, પંરતુ તે એક ષડયંત્ર છે. અને તેની પાછળ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીનો હાથ છે. ગાંધી પરિવારની હાજરીમાં એઆઈ સમિટમાં દેખાવ કરવાનું ષડયંત્ર રચાયું હતું. આ આખો પ્લાન રાહુલ ગાંધીના નિવાસસ્થાને ઘડવામાં આવ્યો હતો.’
કોંગ્રેસ વિશ્વ મંચ પર ભારતની છબી ખરાબ કરવા માંગે છે : અમિત માલવિયા
ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ વિશ્વ મંચ પર ભારતની છબી ખરાબ કરવા માંગે છે. જ્યારે દેશ ટેકનોલોજીના ક્ષેત્રે મહાસત્તા બની રહ્યો છે, ત્યારે આવું વર્તન દેશના હિતમાં નથી. હાલ દિલ્હી પોલીસ આ મામલે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.
દિલ્હીના ભારત મંડપમમાં હંગામો!
દિલ્હીના ભારત મંડપમમાં હંગામો! AI સમિટ ચાલી રહી છે ત્યારે અચાનક યુથ કોંગ્રેસના કાર્યકરોએ સુરક્ષા કોર્ડન તોડી અંદર પ્રવેશતા દોડધામ મચી ગઈ. અર્ધનગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકરોએ પીએમ મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ગ્લોબલ સાઉથની આ પહેલી AI ઈમ્પેક્ટ સમિટમાં 20થી વધુ દેશોના નેતાઓ અને 60 મંત્રીઓ હાજર છે. તેવામાં 10 જેટલા કાર્યકરો QR કોડ દ્વારા એન્ટ્રી મેળવી અંદર પહોંચી ગયા અને 'PM is Compromised' ના નારા લગાવ્યા. સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક કાર્યકરોની અટકાયત કરી તેમને તિલક માર્ગ પોલીસ મથકે ખસેડ્યા છે.





