Video: સુરતમાં ફરી જાહેરમાં જન્મદિવસની ઉજવણી, તલવારથી કેક કાપી કાયદાના લીરા ઉડાવ્યા
સુરતમાં પોલીસ કમિશનરના જાહેરનામાના છાસવારે લીરેલીરા ઉડતાં હોય તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે ફરી એકવાર

સુરતમાં પોલીસ કમિશનરના જાહેરનામાના છાસવારે લીરેલીરા ઉડતાં હોય તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે ફરી એકવાર જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરાતો હોવાનો વધુનો એક વીડિયો વાયરલ થયો છે. કથિત રીતે પાંડેસરાના ઉમિયાનગરનો વીડિયો હોવાનું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે. અહિં જાહેરમાં તલવારથી કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. આ યુવાનોમાં પોલીસનો કોઈ પણ ડર ન હોય તેમ જોવા મળી રહ્યું છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેથી અગાઉની જેમ પોલીસ આ મુદ્દે પણ આકરી કાર્યવાહી કરે તેવી માગ સોશિયલ મીડિયામાં ઉઠી રહી છે.
આ પણ વાંચોઃ Video: ભગવાનના મંદિરોને નિશાને લેતા તસ્કરો, ઓલપાડમાં દાન પેટી તોડી




