VIDEO: પીએમ મોદીની ભેટમાં બિહારનું 'ઠેકુઆ', સ્લોવાક નેતા થયા ખુશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સ્લોવાકિયા પ્રવાસ દરમિયાન સ્લોવાક નેશનલ કાઉન્સિલના અધ્યક્ષ રિચર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સ્લોવાકિયા પ્રવાસ દરમિયાન સ્લોવાક નેશનલ કાઉન્સિલના અધ્યક્ષ રિચર્ડ રાશીને બિહારની પરંપરાગત મીઠાઈ 'ઠેકુઆ' ભેટમાં આપી હતી. રિચર્ડ રાશીએ આ ખાસ ભેટનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તેઓ સુંદર લાકડાના બોક્સમાં રાખેલું ઠેકુઆ બતાવતા જોવા મળે છે. તેમણે કહ્યું કે આ ભેટ સામાન્ય કૂટનીતિક ભેટોથી અલગ અને ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાનું પ્રતિક છે. ઠેકુઆને નજીકથી નિહાળી તેમણે તેની બનાવટ અને રજૂઆતની પ્રશંસા કરી હતી. ત્યારબાદ તેમણે ઠેકુઆનો સ્વાદ પણ માણ્યો અને તેને ખૂબ જ સ્વાદિષ્ટ ગણાવ્યું. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે અને ભારતીય પરંપરાગત વાનગીને વૈશ્વિક ઓળખ મળતી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.




