મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હાર્દિક પટેલને મોટી રાહત: નિકોલ કેસ પાછો ખેંચાયો

વર્ષ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્ય સરકારે પાટીદાર આંદોલન વખતે ધારાસભ્ય હાર્દિક પટેલ અને ગીતા પટેલ સા

તસવીર: gstv

વર્ષ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્ય સરકારે પાટીદાર આંદોલન વખતે ધારાસભ્ય હાર્દિક પટેલ અને ગીતા પટેલ સામે નોંઘાયેલો કેસ પાછો ખેંચી લીધો છે. વર્ષ ૨૦૧૮માં નિકોલ પોલીસ સ્ટેશનમાં વગર મંજૂરીએ ધરણા કરવા, ગેરકાયદેસર મંડળી રચવા, રાયોટિંગ અને ગુનાહિત કાવતરાના આરોપસર આ ગુનો દાખલ થયો હતો. આ કેસમાં કોર્ટે અગાઉ બે વખત બિનજામીનપાત્ર વોરંટ પણ જારી કર્યા હતા. અંતે કલેક્ટર અને સરકારની વિનંતીને માન આપીને કોર્ટે કેસ પરત ખેંચવાની મંજૂરી આપતા હાર્દિક પટેલ સહિતના અન્ય આરોપીઓને મોટી રાહત મળી છે.

આ સમાચાર શેર કરો