Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Hardik Pandya suddenly left Mumbai, took a rented house here! Why did the star cricketer finally take such a decision?

VIDEO: હાર્દિક પંડ્યાએ અચાનક છોડ્યું મુંબઈ, અહીં લીધું ભાડાનું ઘર! આખરે સ્ટાર ક્રિકેટરે કેમ લીધો આવો નિર્ણય?

Timeછેલ્લું અપડેટ : 01 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતાના ક્રિકેટ કરિયરને એક નવી દિશા આપવા માટે મોટો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમણે મુંબઈ છોડીને બેંગલુરુને પોતાનું નવું ઠેકાણું બનાવી લીધું છે. હવે જ્યારે પણ તેઓ ભારતીય ટીમ, આઈપીએલ (IPL) કે સ્થાનિક ક્રિકેટમાં વ્યસ્ત નહીં હોય, ત્યારે તેમની ટ્રેનિંગ બીસીસીઆઈ (BCCI) ના સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) માં થશે. રિપોર્ટ મુજબ, હાર્દિકે સેન્ટર ઓફ એક્સેલન્સની નજીક બેંગલુરુના બહારના વિસ્તારમાં એક ઘર ભાડે લીધું છે. તેઓ ભારતીય ક્રિકેટના એવા પ્રથમ સક્રિય ખેલાડી બનશે, જેમણે પોતાના બાકીના કરિયર માટે COE ને કાયમી ટ્રેનિંગ બેઝ બનાવવાનો નિર્ણય કર્યો છે.

App Store

COE માં કરશે નિયમિત ટ્રેનિંગ

અત્યાર સુધી ભારતીય ખેલાડીઓ સેન્ટર ઓફ એક્સેલન્સનો ઉપયોગ મુખ્યત્વે ઈજામાંથી બહાર આવવા (Rehab), ફિટનેસ ટેસ્ટ અને રાષ્ટ્રીય કેમ્પ દરમિયાન જ કરતા આવ્યા છે. જોકે, હાર્દિકે અહીં નિયમિતપણે ટ્રેનિંગ કરવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટ અનુસાર, તેમનું લક્ષ્ય આગામી પાંચ-છ વર્ષ સુધી ભારત માટે વ્હાઇટ-બોલ (T20 અને વનડે) ક્રિકેટ રમવાનું છે. બીસીસીઆઈના એક સૂત્રએ પીટીઆઈ (PTI) ને જણાવ્યું કે, 'હાર્દિક પહેલાથી જ કાયમી ધોરણે બેંગલુરુ શિફ્ટ થઈ ચૂક્યા છે. તેમણે સેન્ટર ઓફ એક્સેલન્સની નજીક શહેરના બહારના વિસ્તારમાં એક ઘર ભાડે રાખ્યું છે. પોતાના બાકીના કરિયર માટે COE ને કાયમી ટ્રેનિંગ બેઝ બનાવનારા તેઓ પ્રથમ ભારતીય ક્રિકેટર હશે.'

ટ્રેનિંગનો ખર્ચ પોતે ઉઠાવશે

રિપોર્ટમાં એ પણ જણાવાયું છે કે હાર્દિક પોતાની તૈયારીઓ માટે અંગત ફિઝિયોથેરાપિસ્ટ અને સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ કોચ રાખશે. આ સિવાય નેટ્સમાં પ્રેક્ટિસ દરમિયાન સેન્ટર ઓફ એક્સેલન્સ તરફથી પૂરા પાડવામાં આવતા નેટ બોલર્સનો ખર્ચ પણ તેઓ પોતે જ ભોગવશે.

ઈજામાંથી સાજા થઈ રહ્યા છે હાર્દિક

હાર્દિક પંડ્યા હાલમાં ક્વાડ્રિસેપ્સ (Quadriceps)ની ઈજામાંથી સાજા થઈ રહ્યો છે. આ જ કારણે તેઓ ઇંગ્લેન્ડ પ્રવાસમાંથી બહાર છે અને તેમની રિહેબિલિટેશન પ્રક્રિયા ચાલી રહી છે. અંગત કામ માટે થોડા દિવસનો બ્રેક લીધા બાદ તે આગામી એક-બે દિવસમાં ફરીથી સેન્ટર ઓફ એક્સેલન્સ પરત ફરી શકે છે. હાલમાં એ સ્પષ્ટ નથી થયું કે ફિટનેસ મેળવ્યા બાદ ઝિમ્બાબ્વે સામેની ત્રણ મેચની T20 સિરીઝ માટે તેમની પસંદગી થશે કે નહીં. આ અંગેનો આખરી નિર્ણય તેઓ પોતાનો 'રિટર્ન-ટુ-પ્લે' પ્રોટોકોલ પૂરો કરી લે તે પછી જ લેવામાં આવશે.