મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કર્મચારીઓના વિવિધ પ્રશ્નોને લઈ ભારતીય મજદૂર સંઘનું વિરોધ પ્રદર્શન

અમદાવાદમાં ભારતીય મજદૂર સંઘ દ્વારા કર્મચારીઓના વિવિધ પ્રશ્નોને લઈને કલેક્ટર કચેરી ખાતે વિરોધ

તસવીર: gstv

અમદાવાદમાં ભારતીય મજદૂર સંઘ દ્વારા કર્મચારીઓના વિવિધ પ્રશ્નોને લઈને કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજ્યના સરકારી વિભાગોમાં કામ કરતા યુનિયનો સાથે આંગણવાડી, ST વિભાગ અને રેલવે સહિતના કર્મચારીઓ પણ વિરોધમાં જોડાયા હતા. પેન્શન, સમાન કામ સમાન વેતન અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ સહિતના મુદ્દાઓને લઈને કર્મચારીઓએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. આંગણવાડી બહેનોએ FRSની કામગીરીને લઈને પણ વિરોધ નોંધાવી સરકારનું ધ્યાન દોર્યું હતું. કર્મચારીઓની વિવિધ માંગણીઓ મામલે સરકાર ગંભીર નથી હોવાનો આક્ષેપ કરી તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવાની માંગ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો