મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કચ્છના માંડવીમાં સરકારી જમીન પર બેન્ટોનાઇટનો જથ્થો ઝડપાયો

કચ્છના માંડવીમાં દુર્ગાપુર GIDC પાછળ સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલો બેન્ટોનાઇટનો જથ્થો L

તસવીર: gstv

કચ્છના માંડવીમાં દુર્ગાપુર GIDC પાછળ સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલો બેન્ટોનાઇટનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો છે. રોયલ્ટી મુજબ ખનિજ નિર્ધારિત જગ્યાએ ખાલી કરવાનું હોવા છતાં અન્ય સરકારી જમીનમાં જથ્થો ખાલી કરી સંગ્રહ કરાયો હોવાનું સામે આવ્યું છે. કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી બેન્ટોનાઇટના જથ્થા સાથે છ ડમ્પર કબજે કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં આરાધ્ય માઇન્સ અને પિયુષ ભાનુશાલીનું નામ સામે આવ્યું હોવાનું જણાવાયું છે. LCBએ આગળની કાર્યવાહી માટે ખાણ-ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડને જાણ કરી છે અને મામલો માંડવી પોલીસને સોંપ્યો છે.

આ સમાચાર શેર કરો