VIDEO: શેખ હસીનાને ભારતથી પરત લાવવાની બાંગ્લાદેશની માંગ તેજ
બાંગ્લાદેશના માહિતી સલાહકાર જાહેદ ઉર રહેમાને પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ભારતમાંથી પરત લાવવાની સર

બાંગ્લાદેશના માહિતી સલાહકાર જાહેદ ઉર રહેમાને પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ભારતમાંથી પરત લાવવાની સરકારની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે હસીનાને સ્વેચ્છાએ પરત ફરવાની રાહ જોવાને બદલે કાયદાકીય પ્રક્રિયા દ્વારા દેશમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. ભારત શેખ હસીનાને પરત મોકલે તો બંને દેશો વચ્ચેના સંબંધો સુધરી શકે તેવી વાત પણ તેમણે કરી છે. ઢાકામાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે હસીનાના પ્રત્યર્પણને લઈને સરકારના વલણ અંગે સ્પષ્ટતા કરી હતી. બાંગ્લાદેશ સરકારની આ માંગને પગલે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.




