VIDEO: આહવામાં જન્માષ્ટમીની ઉજવણી: પુષ્પા અને શેખાવતના હમશકલોએ મચાવી ધમાલ
ડાંગ જિલ્લાના વડામથક આહવા ખાતે જન્માષ્ટમીનો તહેવાર ભારે ઉત્સાહ અને ઉમંગ

ડાંગ જિલ્લાના વડામથક આહવા ખાતે જન્માષ્ટમીનો તહેવાર ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાયો હતો. મુખ્ય બજારમાં યોજાયેલા ભવ્ય દહીં હાંડીના કાર્યક્રમે સ્થાનિકો અને યુવાનોમાં ભારે આકર્ષણ જગાવ્યું હતું. આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ લોકપ્રિય ફિલ્મ 'પુષ્પા'ના મુખ્ય પાત્રો પુષ્પા અને શેખાવતના હમશકલ કલાકારો રહ્યા હતા. ડીજેના ધમાકેદાર તાલે આ કલાકારોએ ફિલ્મના પ્રખ્યાત ગીતો અને ડાયલોગ રજૂ કરી ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. અંદાજે બે કલાક સુધી ચાલેલા આ રંગારંગ કાર્યક્રમમાં આહવા નગર અને આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા.



