મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બગોદરા-ધંધુકા હાઈવે પર જળબંબાકાર, ત્રણથી ચાર ફૂટ પાણી ભરાતાં હાઈવે કરાયો બંધ!

અમદાવાદ જિલ્લાના બગોદરા-ધંધુકા હાઈવે પર ભારે વરસાદન

તસવીર: gstv

અમદાવાદ જિલ્લાના બગોદરા-ધંધુકા હાઈવે પર ભારે વરસાદને કારણે પાણી ફરી વળતાં વાહનવ્યવહાર માટે હાઈવે સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે. ધીંગડા ગામ પાસે માર્ગ પર ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી ભરાઈ જતાં સ્થિતિ વધુ ગંભીર બની છે, જેના કારણે બગોદરા પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે રસ્તો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. હાઈવે પર ભરાયેલા ઊંડા પાણીમાં અનેક વાહનો ખોટવાઈ જતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ ઉપરાંત ધીંગડા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પણ પૂરના પાણી ઘૂસી જતાં સ્થાનિક લોકજીવન પર માઠી અસર પડી છે. તંત્ર દ્વારા વાહનચાલકોને સાવચેત રહેવા અને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે સૂચના આપવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો