મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ-બગોદરા હાઈવે ભારે વરસાદના કારણે સનાથલ-બગોદરા માર્ગ વાહનવ્યવહાર માટે બંધ!

અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદના લીધે સનાથલ-બગોદરા હાઈવે પર ચાંગોદરથી

તસવીર: gstv

અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદના લીધે સનાથલ-બગોદરા હાઈવે પર ચાંગોદરથી બાવળા વચ્ચે સરી મટોડા પાસે ભારે પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. રસ્તા પર પૂરના પાણી ફરી વળતા વાહનોની અવરજવર થંભી જતાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા વાહનચાલકો માટે ધોલેરા એક્સપ્રેસ હાઈવે વૈકલ્પિક રૂટની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદથી રાજકોટ તરફ જતા તેમજ સામેથી આવતા તમામ વાહનોને આ જ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે જણાવવામાં આવ્યું છે. આ પરિસ્થિતિ વચ્ચે ગેલોપ્સ સેજ વિસ્તારમાં ફસાયેલા અનેક લોકોને અમદાવાદ ગ્રામ્ય પોલીસે સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરીને સહીસલામત સ્થળે ખસેડ્યા છે.

આ સમાચાર શેર કરો