મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: અસમ સીએમએ અકસ્માત સ્થળની મુલાકાત લીધી

અસમના ખેત્રી નજીક નેશનલ હાઇવે-૨૭ પર એક અત્યંત ગંભીર અને દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં ૭ લોકોના કરૂણ મોત નિપજ્યા હતા

તસવીર: gstv

અસમના ખેત્રી નજીક નેશનલ હાઇવે-૨૭ પર એક અત્યંત ગંભીર અને દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં ૭ લોકોના કરૂણ મોત નિપજ્યા હતા . આ દુઃખદ ઘટનાની જાણ થતાં જ રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ અકસ્માતની વિગતો મેળવી બચાવ કામગીરી અને રાહત કાર્યોની સમીક્ષા કરી હતી. તેમણે મૃતકોના શોકગ્રસ્ત પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે યોગ્ય અને મફત તબીબી સારવાર પૂરી પાડવા અધિકારીઓને કડક સૂચના આપી હતી. આ ભયાનક અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને શોકની કાલિમા છવાઈ ગઈ હતી 

આ સમાચાર શેર કરો