મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઊંઝામાં જીએસટી અસમંજસને કારણે ઈસબગુલ વેપાર સંપૂર્ણ બંધ

જીએસટી અંગેની અસમંજસને કારણે ઈસબગુલના વેપારીઓએ વેપાર સંપૂર્ણ બંધ કરી દીધો છે. બાળોજ માતાજી

તસવીર: gstv

જીએસટી અંગેની અસમંજસને કારણે ઈસબગુલના વેપારીઓએ વેપાર સંપૂર્ણ બંધ કરી દીધો છે. બાળોજ માતાજી મંદિર ખાતે વેપારીઓએ ઠરાવ કરીને જણાવ્યું કે અસમંજસ નહીં ઉકેલાય ત્યાં સુધી વેપાર બંધ રહેશે. માર્કેટ યાર્ડમાં દસ દિવસથી હરાજી અટકી છે. રાજસ્થાનમાં પાંચ ટકા અને ગુજરાતમાં ઝીરો ટકા ટેક્સ હોવાથી ખેડૂતો પરેશાન થયા છે. રોજના કરોડો રૂપિયાના વેપારને નુકસાન થયું છે. વેપારીઓ અને ખેડૂતોએ ટેક્સમાં સ્પષ્ટતાની માંગ કરી છે. ઉકેલ ન આવે તો વાવેતર બંધ થવાની સ્થિતિ છે.

આ સમાચાર શેર કરો