VIDEO: મહેસાણામાં હથિયારના સોદાગરનો પર્દાફાશ, 2 પિસ્તોલ - 1 જીવતો કારતુસ કબજે
મહેસાણા એલસીબી પોલીસે નાગલપુર વિસ્તારમાંથી હથિયારના સોદાગરને ઝડપી પાડી મોટી કાર્યવાહી હાથ ધરી છે. નાગલપુરનો જિગર સોની રાજસ્થાન

મહેસાણા એલસીબી પોલીસે નાગલપુર વિસ્તારમાંથી હથિયારના સોદાગરને ઝડપી પાડી મોટી કાર્યવાહી હાથ ધરી છે. નાગલપુરનો જિગર સોની રાજસ્થાનના ઉદયપુરથી ગેરકાયદેસર પિસ્તોલો લાવી વેચાણ કરવાના ઇરાદે ફરતો હતો. પોલીસે તેની પાસેથી બે પિસ્તોલ અને એક જીવતો કારતુસ કબજે કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે જિગર સોની રાહુલ પારઘી પાસેથી હથિયારો લાવ્યો હતો અને મહેસાણાના વિપુલ ઝાલા નામના વ્યક્તિને વેચવાનો હતો. કમિશનના આધારે હથિયારોનું વેચાણ કરવાની તૈયારી દરમિયાન જ એલસીબી ટીમે આરોપીને ઝડપી લીધો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

