VIDEO: પવિત્ર અમરનાથ યાત્રાના નામે વધુ એક સિદ્ધિ
દેશના કરોડો હિંદુઓની આસ્થાના પ્રતિક સમાન અમરનાથ યાત્રા સ્વચ્છતાનું નવુ ઉદાહરણ પુરૂ પાડી રહી છે...આ યા

દેશના કરોડો હિંદુઓની આસ્થાના પ્રતિક સમાન અમરનાથ યાત્રા સ્વચ્છતાનું નવુ ઉદાહરણ પુરૂ પાડી રહી છે...આ યાત્રા ભારતની પ્રથમ 'ઝીરો લેન્ડફિલ પિલગ્રિમેજ' બનવા જઈ રહી છે. એટલે યાત્રાના આખા રૂટ પર ક્યાંય કચરો જોવા નહી મળે..3 જુલાઈથી 28 ઓગસ્ટ સુધી ચાલનારી આ યાત્રામાં ચાર લાખથી વધુ શ્રદ્ધાળુઓ ભાગ લેશે. તેમ છતાં યાત્રાના રૂટ પર કોઈ કચરો જશે નહીં. જમ્મુ-કાશ્મીર પ્રશાસને શ્રી અમરનાથ જી યાત્રા 2026ને કચરામુક્ત યાત્રા બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ અંતર્ગત યાત્રા માર્ગ પર નીકળતા કચરાને સંસાધનમાં રૂપાંતરિત કરવામાં આવી રહ્યો છે. ખચ્ચરોના છાણમાંથી બાયોગેસ બનાવવામાં આવશે. પ્લાસ્ટિક કચરાને ઘટાડવા માટે વોટર એટીએમ લગાવવામાં આવ્યા છે અને સમગ્ર માર્ગ પર વૈજ્ઞાનિક રીતે ઘન અને પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન કરવામાં આવી રહ્યું છે.




