VIDEO: સુરેન્દ્રનગરમાં આંગણવાડી વિઝીટ ટ્રેકર એપ ઠપ્પ થતા કર્મચારીઓમાં ભારે રોષ
સુરેન્દ્રનગર જિલ્લાની ૧૩૫૦થી વધુ આંગણવાડીઓમાં બાળકોની હાજરી માટેની વિઝીટ ટ્રેકર એપ્લિકેશન ઠપ્પ થવાથી

સુરેન્દ્રનગર જિલ્લાની ૧૩૫૦થી વધુ આંગણવાડીઓમાં બાળકોની હાજરી માટેની વિઝીટ ટ્રેકર એપ્લિકેશન ઠપ્પ થવાથી વર્કર બહેનો ભારે મુશ્કેલીમાં મુકાઈ છે. બાળકોના ઓરિજિનલ ફોટા પાડી અપલોડ કરવા છતાં એપમાં ડુપ્લિકેટ હોવાનું દર્શાવી રિજેક્ટ કરવામાં આવી રહ્યા છે. કલાકો સુધી બાળકોને બેસાડીને ફોટા પાડવા છતાં એરર આવતી હોવાથી હાજરી નોંધાતી નથી. આ સતત ખામીના કારણે કર્મચારીઓની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે, જેથી સિસ્ટમ વહેલી તકે સુધારવામાં આવે તેવી માંગ છે.




