મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: દારૂને નષ્ટ કરતી હતી પોલીસ, દારૂડિયાઓ દારૂની બોટલ લઇને ભાગી ગયા

આંધ્ર પ્રદેશના ગુંટૂરમાં એક એવી ઘટના સામે આવી છે જેને લઇને કેટલાક સવાલ ઉભા થયા છે. ગુંટૂરમાં ગેરકા

આંધ્ર પ્રદેશના ગુંટૂરમાં એક એવી ઘટના સામે આવી છે જેને લઇને કેટલાક સવાલ ઉભા થયા છે. ગુંટૂરમાં ગેરકાયદેસર દારૂને પોલીસ નષ્ટ કરતી હતી આ દરમિયાન ક્યાકથી દારૂડિયાઓ આવી ગયા હતા અને દારૂની બોટલો ઉઠાવીને ભાગી ગયા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

દારૂડિયાઓ દારૂની બોટલ લઇને ભાગી ગયા

આંધ્ર પ્રદેશના ગુંટૂરમાં જ્યારે પોલીસ એટુકૂરૂ રોડ પરના ડમ્પિંગ યાર્ડમાં ગેરકાયદેસર દારૂનો નાશ કરતી હતી. આ દરમિયાન દારૂડિયાઓ દારૂની બોટલ લેવા માટે દોડી આવ્યા હતા.

પોલીસ જ્યારે ગેરકાયદેસર 50 લાખની કિંમતનો ગેરકાયદેસર દારૂના નિકાલની પ્રક્રિયા કરતી હતી. આ દરમિયાન પોલીસ અધિકારીઓની હાજરીમાં જ કેટલાક લોકો ત્યા પહોંચ્યા હતા અને દારૂની બોટલો ઉઠાવીને ભાગવા લાગ્યા હતા. આ દરમિયાન પોલીસ કર્મી દારૂડિયાઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો પણ તેઓ હાથમાં આવ્યા નહતા.

આ સમાચાર શેર કરો