VIDEO / અનંત-રાધિકાના લગ્નના ફંક્શન શરૂ, મામેરાની વિધિમાં કપલની ગ્રાન્ડ એન્ટ્રી
મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે, ત્ય

મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે, ત્યારે અંબાણી પરિવાર લગ્નની તૈયારીમાં અને લગ્ન પહેલાના ફંકશનમાં વ્યસ્ત છે. લગ્નને 8 દિવસ જ બાકી છે. આજે અનંત રાધિકાના લગ્નનું પહેલું ફંક્શન એટલે કે મામેરાની વિધિ હતી. જેમાં અંબાણી પરિવારના સંબંધીઓ અને બોલીવૂડના કલાકરો પણ સામેલ રહ્યા હતા.
હવે આ વિધિમાં અનંત અને રાધિકાની ગ્રાન્ડ એન્ટ્રીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં વર-કન્યા સહિત ત્યાં હાજર તમામ લોકો ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. કપલની એન્ટ્રી જંગલ થીમથી સજાવેલા રથ પર થઈ હતી. આ દરમિયાન મુકેશ અંબાણી અને નીતા અંબાણી ભાવુક થઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે આ વિધિમાં અંબાણી પરિવારે ઓરેન્જ અને પિંક થીમ રાખી હતી.




