VIDEO:નિકોલમાં જૂની અદાવતમાં હુમલો
અમદાવાદના નિકોલ વિસ્તારમાં જૂની અદાવતને લઈને હુમલાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ સમાધાનના બહાને બોલાવી આશરે 10 જેટલા લોક

અમદાવાદના નિકોલ વિસ્તારમાં જૂની અદાવતને લઈને હુમલાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ સમાધાનના બહાને બોલાવી આશરે 10 જેટલા લોકોના ટોળાએ યુવક પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાને પગલે વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.




