મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO / Amreli : જેસીંગપરા વિસ્તારમાં ઘર પાસે પાર્ક કરેલી કારમાં આગ લાગી

અમરેલીના જેસીંગપરા વિસ્તારમાં ઘર પાસે પાર્ક કરેલી કારમાં આગ લાગવાની ઘટના બની હતી..કા

તસવીર: gstv

અમરેલીના જેસીંગપરા વિસ્તારમાં ઘર પાસે પાર્ક કરેલી કારમાં  આગ લાગવાની ઘટના બની હતી..કારની ગેસ ફ્યુઅલ ટેન્કમાં આગ લાગતાં આગ વધુ  ફેલાઇ હતી.. કારમાં પડેલા એસિડ જેવા પદાર્થોને કારણે આગ વિકરાળ બની હતી. કારની આગ બુઝાવવા ગયેલા ચાર વ્યક્તિઓ પણ દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતાં અમરેલી ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. ચારેય ઇજાગ્રસ્તોને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો