VIDEO: AMCએ 6 વર્ષ પછી ભાડા વસૂલાતની નોટિસો ફટકારતાં વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મિલકતો ભાડે આપ્યા બાદ સમયસર ભાડું વસૂલવામાં નિષ્ફળ રહેતાં હવે રહી રહીને જાગ્યુ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મિલકતો ભાડે આપ્યા બાદ સમયસર ભાડું વસૂલવામાં નિષ્ફળ રહેતાં હવે રહી રહીને જાગ્યું છે. તંત્ર દ્વારા 99 વર્ષના ભાડાપટ્ટે અપાયેલી 2 હજાર 500 જેટલી દુકાનોને વસૂલાતની નોટિસો પાઠવવામાં આવી છે, જેમાં મોટાભાગની કોટ વિસ્તારમાં છે. રાજ્ય સરકારે 2020માં જંત્રીના 15 ટકા મુજબ ભાડું વસૂલવાનો ઠરાવ કર્યો હતો. છ વર્ષ બાદ તંત્ર દ્વારા બાકી ભાડા પર 100 ટકા પેનલ્ટી અને 18 ટકા GST ઉમેરીને મોટી રકમની નોટિસો મોકલાતાં વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભાડું નહીં ભરાય તો દુકાનો પરત લેવાની કાર્યવાહી કરાશે.




