VIDEO: અમદાવાદ ભૂતિયા ડિમોલિશન મામલે જાગેલું AMC સિક્યોરિટી એજન્સી સામે નોંધાવશે પોલીસ ફરિયાદ
અમદાવાદમાં ચકચાર મચાવનારા ભૂતિયા ડિમોલિશન મામલે હવે અમદાવાદ

અમદાવાદમાં ચકચાર મચાવનારા ભૂતિયા ડિમોલિશન મામલે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનહરકતમાં આવ્યું છે. આ સમગ્ર મામલે કોર્પોરેશન તંત્રપોતે ફરિયાદી બનીને સિક્યુરિટી એજન્સી સહિત તેમાં સંડોવાયેલા અન્ય લોકો સામે સત્તાવાર ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી.. બીજી તરફ, વિપક્ષે આ મુદ્દે ભારે આકરા પ્રહારો કરતા સવાલ ઉઠાવ્યો હતો કે આટલી ગંભીર ઘટના બની હોવા છતાં AMC દ્વારા હજુ સુધી પોલીસ ફરિયાદ કેમ કરવામાં આવી નહોતી? વિપક્ષે માંગ કરી છે કે બેદરકાર સિક્યુરિટી એજન્સી અને આ કાંડમાં સામેલ તમામ દોષિતો સામે કડકમાં કડક પગલાં ભરીને કાનૂની કાર્યવાહી કરવામાં આવે.




