મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જામ ખંભાળિયાના મોટી ખોખરી ગામે અવાડા ઉર્જા કંપની દ્વારા મનમાની કરાયાના આક્ષેપ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી એકવાર ઉર્જા કંપનીની દાદાગીરી સ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી એકવાર ઉર્જા કંપનીની દાદાગીરી સામે આવી છે. જામ ખંભાળિયા તાલુકાના મોટી ખોખરી ગામે અવાડા ઉર્જા કંપની દ્વારા મનમાની કરાઈ હોવાના આક્ષેપ ઉઠ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ કંપનીએ તેમની માલિકીની જમીનમાં મંજૂરી વિના જબરજસ્તી પ્રવેશ કરી વૃક્ષોનો નાશ કરી કામ શરૂ કર્યું. ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવતા કંપનીએ પોલીસ પ્રોટેકશન મેળવી કામ ચાલુ રાખ્યું હોવાનો પણ આક્ષેપ છે. ઘટનાને લઈને ગ્રામજનોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે અને જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

આ સમાચાર શેર કરો