VIDEO: ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન 'રિલીઝ ઈમરાન ખાન' લખેલું એરક્રાફ્ટ ઉડ્યું
ટી-20 વર્લ્ડકપમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ન્યૂયોર્કના નાસાઉ ઈન્ટરનેશનલ ક્રિકે
ટી-20 વર્લ્ડકપમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ન્યૂયોર્કના નાસાઉ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે. જેમાં પાકિસ્તાને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરિણામે ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરી રહી છે. જોકે, આ મેચ દરમિયાન એક વિમાન આકાશમાં જોવા મળ્યું હતું. જેમાં 'રિલીઝ ઈમરાન ખાન' લખ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન છેલ્લા 8 મહિનાથી પાકિસ્તાનની જેલમાં છે. તેમને પ્રથમ તોશાખાના કેસમાં 3 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જોકે, બાદમાં ઈમરાન ખાનને અન્ય 3 કેસમાં કુલ 31 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી.
બંને ટીમની પ્લેઇંગ- ઈલેવન
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહ.
પાકિસ્તાન: બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), ઉસ્માન ખાન, ફખર ઝમાન, શાદાબ ખાન, ઇફ્તિખાર અહેમદ, ઈમાદ વસીમ, શાહીન આફ્રિદી, હારિસ રઉફ, નસીમ શાહ અને મોહમ્મદ આમિર.






