VIDEO: અમદાવાદ : હાટકેશ્વર સ્મશાન નવીનીકરણમાં ડિઝાઇનની ગંભીર ભૂલથી ખર્ચ બમણો થયો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અણઘડ આયોજનના કારણે હાટકેશ્વર સ્મશાનના નવીન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અણઘડ આયોજનના કારણે હાટકેશ્વર સ્મશાનના નવીનીકરણની કામગીરી ભારે વિલંબમાં મુકાઈ છે. સ્મશાનનું અડધું કામ પૂરું થયા બાદ તેની ડિઝાઇનમાં ગંભીર ફોલ્ટ હોવાનું સામે આવ્યું છે. જમીનમાં દસ ફૂટ ઊંડે પાણી હોવાથી બાંધકામ અશક્ય બનતા ચાલતું કામ તાત્કાલિક અટકાવી દેવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે કન્સલ્ટન્ટને લાખો રૂપિયાની ફી ચૂકવાઈ હોવા છતાં ભૂલ રહી ગઈ હતી, જે હવે મહાપાલિકાની તિજોરી પર મોટો આર્થિક બોજ નાખશે. આ કારણે સ્મશાનનો અંદાજિત વીસ કરોડનો ખર્ચ વધીને હવે સીધો ચાલીસ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને આ સમગ્ર મામલે કન્સલ્ટન્ટ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.



