Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Administrative dispute ends in Hatkeshwar temple, new system implemented

VIDEO : હાટકેશ્વર મંદિરમાં વહીવટી વિવાદનો અંત, નવી વ્યવસ્થા અમલમાં

Timeછેલ્લું અપડેટ : 13 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વડનગરના પ્રખ્યાત હાટકેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના વહીવટને લઈને લાંબા સમયથી ચાલતો વિવાદ આખરે સમાપ્ત થયો છે. વર્ષ 1993થી ચાલતા ગેરકાયદેસર વહીવટ અંગેની ફરિયાદો બાદ ચેરિટી કમિશનરની કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. અરજદાર અને મુખ્ય પૂજારી જયંતકુમાર પંડ્યાએ હાલના ટ્રસ્ટીઓ સામે ખોટી અરજીઓ અને બંધારણ વિરુદ્ધ વહીવટના આક્ષેપ કર્યા હતા. સુનાવણી બાદ ચેરિટી કમિશનરે વર્તમાન ટ્રસ્ટનો વહીવટ ગેરકાયદેસર ઠેરવી રદ કરવાનો હુકમ કર્યો છે. સેક્શન 41 હેઠળ વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે. પૂર્વ ટ્રસ્ટીઓના અસહકાર બાદ પોલીસ બંદોબસ્ત સાથે હસ્તાંતરણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. હવે મંદિરનો વહીવટ નિરીક્ષક દ્વારા સંભાળવામાં આવશે

App Store
ટોપિક્સ:gstvgstv newsvadnagar