મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ પોલીસને પ્રજા કરતા ભાજપ કાર્યલયની વધારે ચિંતા?

એવું લાગે છે કે, અમદાવાદ પોલીસને પ્રજા કરતા ભાજપ કાર્યલયની ચિંતા વધારે છે...પેપર લી

તસવીર: gstv

એવું લાગે છે કે, અમદાવાદ પોલીસને પ્રજા કરતા ભાજપ કાર્યલયની ચિંતા વધારે છે...પેપર લીકના વિરોધમાં વિદ્યાર્થીઓનો દિલ્હીથી લઈને મોટાભાગના રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે. અમદાવાદમાં પણ વિપક્ષના વિરોધને ધ્યાનમાં રાખી ખાનપુરનું ભાજપ કાર્યલય કિલ્લેબંધીમાં ફેરવી દેવાયું. ભાજ કાર્યલય પર વિરોધના ભયને લઈને પોલીસનું એવું શૂરાતન જોવા મળ્યું કે તમામ રસ્તાઓ બંધ કરી દેવાયા. કોંગ્રેસના વિરોધના ભય સામે પોલીસના શૂરાતને સામાન્ય લોકોની હાલાકી વધારી દીધી છે. ખાનપુરમાં જતા રસ્તાઓ સામાન્ય લોકો માટે પણ બંધ કરી દેવાયા સ્થાનિકો અકળાયા હતા. ઘરે જવા અને નોકરી જવા નિકળેલા લોકોને પોલીસે રોકતા લોકમાં રોષ જોવા મળ્યો. કેમકે કેટલાક લોકો બે કલાકથી પણ વધુ સમય અટકાવાય હતા. ભાજપ કાર્યલયની અભેદ કિલ્લેબંધીથી લોકો રીતસરના રસ્તા પર રઝડ્યા હતા.

આ સમાચાર શેર કરો