VIDEO: અમદાવાદ: પ્રહલાદનગરમાં રસ્તો ધસી જતાં મોટો ભુવો પડ્યો
અમદાવાદમાં ચોમાસા દરમિયાન રસ્તાઓની પોલ ખુલતા વધુ એક ભુવો પડવાની ઘટના સામે આવી છે

અમદાવાદમાં ચોમાસા દરમિયાન રસ્તાઓની પોલ ખુલતા વધુ એક ભુવો પડવાની ઘટના સામે આવી છે. પ્રહલાદનગર ગાર્ડન પાસે લેફ્ટ ટર્ન પર જ રસ્તો ધસી પડતાં મોટો ભુવો પડ્યો છે. પીક અવર્સ દરમિયાન જ રસ્તો ધસતાં વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક ડાયવર્ટ કરવાની ફરજ પડતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની કામગીરી સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે.



