VIDEO: અમદાવાદમાં વિરામ બાદ અચાનક વાતાવરણ પલટાયું, વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ
અમદાવાદ શહેરમાં લાંબા વિરામ બાદ અચાનક વાતાવરણમાં પલટો આ

અમદાવાદ શહેરમાં લાંબા વિરામ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ફરી એકવાર મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. આજે સાંજે સાડા ચાર વાગ્યાના સુમારે શહેરનું વાતાવરણ અચાનક ધુમ્મસભર્યું બની ગયું હતું અને વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ખાસ કરીને અમદાવાદના ખાડિયા, જમાલપુર, રાયપુર અને આસ્ટોડિયા સહિતના વિસ્તારોમાં જોરદાર વરસાદી ઝાપટાં પડ્યા હતા. વાતાવરણમાં અંધારપટ છવાઈ જવાને કારણે રસ્તાઓ પર દ્રશ્યતા ઘટી ગઈ હતી, જેના લીધે વાહનચાલકોને પોતાના વાહનની લાઈટ ચાલુ રાખીને સાવચેતીપૂર્વક વાહન હંકારીને આગળ વધવાની ફરજ પડી હતી. વરસાદનું આગમન થતાં અચાનક ઠંડક પ્રસરતા સ્થાનિક શહેરીજનોને અસહ્ય બફારા અને ગરમીમાંથી મોટી રાહત મળી છે તથા સમગ્ર વાતાવરણ એકદમ આહલાદક અને રોમાંચક બની ગયું છે.




