મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અન્નનો ત્યાગ કરી શિવભક્તે લીધો સંકલ્પ, 50 વર્ષ બાદ મંદિરનું સ્વપ્ન થયું સાકાર

અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી”... આ ઉક્

તસવીર: gstv

અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી”... આ ઉક્તિને સાકાર કરતી અનોખી આસ્થાની ગાથા અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વારણા એટલે કે લક્ષ્મીપુરા ગામેથી સામે આવી છે. અહીં શિવભક્ત મેરુભાઈ મકવાણાએ વર્ષો પહેલાં સંકલ્પ લીધો હતો કે ગામમાં ભવ્ય શિવ મંદિરનું નિર્માણ નહીં થાય ત્યાં સુધી તેઓ અન્નનો ત્યાગ કરશે અને વાળ-દાઢી નહીં કપાવે. મેરુભાઈએ 50 વર્ષ સુધી માત્ર ફરાળ ગ્રહણ કરી આ કઠોર સંકલ્પ જાળવી રાખ્યો. બાદમાં સ્નેહી રણછોડલાલ ઠક્કર અને સ્થાનિક શિવભક્તોના સહયોગથી મંદિરનું નિર્માણ થયું. એપ્રિલ 2022માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો અને હરિદ્વારમાં મેરુભાઈની જટાઓનું વિસર્જન કરવામાં આવ્યું. મંદિર ખાતે દરરોજ મોર શિખર પર આવે છે અને ત્યારબાદ આરતી શરૂ થાય છે એવી ભક્તોની આસ્થા છે. શ્રાવણના અંતિમ સોમવારે ગામમાં પ્રસાદનું પણ આયોજન કરાયું છે.

આ સમાચાર શેર કરો