VIDEO: SURAT / મોલમાં ખરીદી કરવા ગયેલી મહિલા ચેન્જિંગ રૂમમાં ફસાઈ ગઈ, આ રીતે કાઢી બહાર
સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહીં એક મોલમાં ખરીદી કરવા ગ
સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહીં એક મોલમાં ખરીદી કરવા ગયેલી મહિલા કપડાં ટ્રાય કરવા માટે ચેન્જિંગ રૂમમાં ગઈ હતી, પરંતુ દરવાજો લોક થઈ જતા તે અંદર ફસાઈ ગઈ હતી. મહિલાએ બુમરાણ મચાવતા મોલ સંચાલકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયરના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ દરવાજો તોડી મહિલાને હેમખેમ બહાર કાઢી હતી. સુરક્ષિત બહાર આવતા મહિલાએ રાહતનો શ્વાસ લીધો હતો.


