મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ઈસુદાન ગઢવીના ભાજપ સરકાર પર આકરા પ્રહાર

આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે ગાંધીન

તસવીર: gstv

આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે ગાંધીનગરની જનતાએ ભાજપને બહુમતી આપી હોવા છતાં મુખ્યમંત્રીના બંગલા સિવાયના વિસ્તારોમાં વિકાસના પૂરતા કામ દેખાતા નથી. તેમણે ભાજપના કોર્પોરેટરોના ચૂંટણી ખર્ચને લઈને ગંભીર આક્ષેપો કર્યા છે. ગઢવીએ દાવો કર્યો કે ભાજપના 41 કોર્પોરેટરોએ નાસ્તો, પાણી, જમવાનું અને ડીજે સહિતનો એકસરખો 1.33 લાખ રૂપિયાનો ખર્ચ દર્શાવી એફિડેવિટ રજૂ કરી હતી. તેમણે આ એફિડેવિટને બોગસ ગણાવી તપાસની માંગ કરી છે. ગઢવીએ વધુમાં આક્ષેપ કર્યો કે 22 નોટિસો છતાં જવાબ ન આપનારા 12 કોર્પોરેટરોને ફરીથી ભાજપે ટિકિટ આપી હતી.  તેમણે લોકોને કોંગ્રેસને મત ન આપવાની અપીલ પણ કરી હતી. 

આ સમાચાર શેર કરો