સાત દિવસના ટેમ્પરરી જામીન મળતા ઈસુદાન ગઢવીએ કર્યું સ્વાગત
સોર્સ : gstv
ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટ દ્વારા સાત દિવસના ટેમ્પરરી જામીન આપવામાં આવતા આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ નિર્ણયનું સ્વાગત કર્યું છે. ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, હાઈકોર્ટે કેટલીક શરતો સાથે ચૈતર વસાવાને સાત દિવસના ટેમ્પરરી જામીન આપ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, ચૈતર વસાવા વિધાનસભામાં આદિવાસી વિસ્તારનો અવાજ ઉઠાવશે. ચૈતર વસાવાના જામીનને લઈને AAP નેતાઓ અને કાર્યકરોમાં પણ રાહત જોવા મળી રહી છે. હવે આગામી સાત દિવસ દરમિયાન ચૈતર વસાવા વિધાનસભાની કામગીરીમાં જોડાઈને આદિવાસી વિસ્તારના પ્રશ્નો રજૂ કરશે તેવી વાત ઈસુદાન ગઢવીએ કરી છે.

