VIDEO: શક્તિપીઠ અંબાજીમાં શીતળા સાતમની ભક્તિભાવપૂર્વક ઉજવણી
સોર્સ : gstv
શક્તિપીઠ અંબાજીમાં શીતળા સાતમ નિમિત્તે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. આબુરોડ માર્ગ પર આવેલા શીતળા માતાના મંદિરે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ એક દિવસ અગાઉ બનાવેલા ઠંડા ભોજનનો ભોગ ધરાવી પૂજા-અર્ચના કરી હતી. બપોર બાદ મંદિર પરિસરમાં મેળો યોજાતા અંબાજીના સ્થાનિકો તેમજ બહારથી આવેલા ભક્તોએ મોટી સંખ્યામાં દર્શન કર્યા હતા. શીતળા માતાને અગ્રવાલ સમાજની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે, જેથી સમાજના લોકો પણ ભક્તોની સેવામાં જોડાયા હતા. વર્ષોથી અંબાજીમાં શીતળા સાતમના દિવસે મેળાનું આયોજન થતું આવ્યું છે અને ભક્તો શ્રદ્ધાપૂર્વક માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

