VIDEO: શક્તિપીઠ અંબાજીમાં પ્લાસ્ટિક સામે તંત્રની કડક કાર્યવાહી
સોર્સ : gstv
બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજીમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાનને વેગ આપવા તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આગામી ભાદરવી પૂનમનો મેળો પ્લાસ્ટિક મુક્ત બને તે માટે અત્યારથી જ વેપારીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અપીલ કરાઈ છે. મંદિર પરિસરની દુકાનોમાં ટેમ્પલ ઇન્સ્પેક્ટર અને સ્ટાફ દ્વારા ચેકિંગ હાથ ધરી 125 કિલોથી વધુ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. અંબાજી મંદિર ટ્રસ્ટ અને અધિક કલેક્ટરે પ્લાસ્ટિકના ઉપયોગ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે. શક્તિપીઠ અંબાજીને પ્લાસ્ટિક મુક્ત બનાવવા તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ ચેકિંગ અને કાર્યવાહી વધુ તેજ કરવામાં આવશે.

