VIDEO: શક્તિપીઠ મંદિરની નજીક આવેલા જાહેર શૌચાલયને દેખાવો સાથે માર્યા તાળા, ભાજપના જિલ્લા પ્રમુખે કરી હતી આ માગ
સોર્સ : gstv
પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં ભાજપના જિલ્લા પ્રમુખે શક્તિપીઠ મંદિરની નજીક આવેલા જાહેર શૌચાલયને હટાવવાની જોરદાર માંગ કરી હતી. જે પછી દેખાવો સાથે આ શૌચાલયને તાળા મારી દીધા. વિવાદ વધતા ભાજપના નેતાએ જણાવ્યું હતું કે, પવિત્ર શક્તિપીઠ મંદિરની નિકટ જાહેર શૌચાલય હોવાથી ભક્તોની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચી રહી છે અને મંદિરની પવિત્રતા જળવાતી નથી. આ શૌચાલયના કારણે મંદિર પરિસરની આસપાસ ગંદકી અને અશુદ્ધિ ફેલાતી હોવાના આક્ષેપ સાથે તેમણે સ્થાનિક તંત્ર પાસે તેને તાત્કાલિક અન્ય સ્થળે ખસેડવાની રજૂઆત કરી છે.

