VIDEO: વિસનગર-મહેસાણા હાઈવે પર અર્ટીકા કારની ટક્કરે સાયકલસવાર આધેડનું કરુણ મોત
મહેસાણા-વિસનગર હાઈવે પર હિટ એન્ડ રનની એક ગંભીર ઘટના

મહેસાણા-વિસનગર હાઈવે પર હિટ એન્ડ રનની એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં અર્ટીકા કારની અડફેટે એક આધેડનું મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ, સાયકલ લઈને જઈ રહેલા ૫૬ વર્ષીય દિનેશજી માંનાજી ઠાકોરને પૂરઝડપે આવતી અર્ટીકા કારના ચાલકે પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં દિનેશજીનું ઘટનાસ્થળે જ કમનસીબ અવસાન થયું હતું. અકસ્માત બાદ કાર પણ રોડ પર પલટી ગઈ હતી, પરંતુ કાર ચાલક અંધારાનો લાભ લઈને વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. મૃતકના પુત્ર વિક્રમજી ઠાકોરની ફરિયાદના આધારે વિસનગર તાલુકા પોલીસે અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને પકડવા માટે સઘન તપાસ શરૂ કરી છે.




