મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાબરમતી રેલવે યાર્ડમાં ખાલી કોચમાં લાગી ભીષણ આગ

અમદાવાદના સાબરમતી યાર્ડમાં ઊભેલા એક ખાલી કોચમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પોઈન્ટ્સમ

તસવીર: gstv

અમદાવાદના સાબરમતી યાર્ડમાં ઊભેલા એક ખાલી કોચમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પોઈન્ટ્સમેન ધર્મવીર મહેતાએ કોચમાંથી ધુમાડો નીકળતો જોઈ તાત્કાલિક અધિકારીઓને જાણ કરી હતી. ત્યારબાદ રેલવે અધિકારીઓ અને કર્મચારીઓએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો. ઘટનાના સમયે કોચ સંપૂર્ણ ખાલી હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી અને રેલવે સંચાલન પર પણ કોઈ અસર પડી નથી. આગ લાગવાના કારણોની તપાસના આદેશ આપવામાં આવ્યા છે, જ્યારે રેલવે તંત્રએ લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે.

આ સમાચાર શેર કરો