મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાંગવાડાના દરિયાકાંઠે તણાયું વિશાળ કન્ટેનર

જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં વિશાળ કદનું કન્ટેનર તણાઈ આવ્યું છે.. સાંગાવાડા ગામના દરિયા કિનારે દ

તસવીર: gstv

જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં વિશાળ કદનું કન્ટેનર તણાઈ આવ્યું છે.. સાંગાવાડા ગામના દરિયા કિનારે દરિયાની ઉછળતી લહેરો વચ્ચે અચાનક એક વિશાળ કદનું કન્ટેનર તણાઈને કિનારે આવી પહોંચતા સમગ્ર પંથકમાં ભારે આશ્ચર્યનો માહોલ સર્જાયો છે. દરિયા કિનારે આટલું મોટું કન્ટેનર મળી આવ્યું હોવાના સમાચાર વાયુવેગે સાંગાવાડા અને તેની આસપાસના ગામોમાં ફેલાયા છે..આ રહસ્યમય વસ્તુને જોવા માટે સ્થાનિક લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. લોકોમાં આ કન્ટેનરને લઈને અનેક પ્રકારના તર્ક-વિતર્કો અને ચર્ચાઓ શરૂ થઈ છે. આ માહિતી મળતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. સુરક્ષાના ભાગરૂપે પોલીસે તાત્કાલિક ધોરણે કન્ટેનરને પોતાના કબજામાં લીધું હતું અને ભીડને નિયંત્રિત કરી કાયદાકીય તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

આ સમાચાર શેર કરો