VIDEO: અમરેલી જિલ્લાના જાફરાબાદ, શિયાળબેટ અને ચાંચબંદરના દરિયાકાંઠે ચોમાસાની માછીમારી પ્રતિબંધ
સોર્સ : GSTV
અમરેલી જિલ્લાના જાફરાબાદ, શિયાળબેટ અને ચાંચબંદરના દરિયાકાંઠે ચોમાસાની માછીમારી પ્રતિબંધની મુદત દરમિયાન માછીમારો બોટ રિપેરિંગ અને રિનોવેશનની કામગીરીમાં વ્યસ્ત છે. જાફરાબાદ બંદરે 700 જેટલી બોટ કિનારે લાંગરેલી છે. આ સમયગાળામાં માછીમારો લાકડા તેમજ ફાઈબરની બોટની મરામત, કોલ્ડ સ્ટોરેજ, જાળીઓનું રિપેરિંગ સહિતના કામો કરે છે. જાફરાબાદ માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલે જણાવ્યું કે 150થી 200 બોટનું સમારકામ કરવામાં આવશે. 15 ઓગસ્ટથી માછીમારી માટે પરવાનગી મળતાં બોટ ફરી દરિયો ખેડવા રવાના થશે. આ સમયે માછીમારો પરિવારના લગ્ન અને અન્ય વ્યવહારિક કામ પણ પૂરા કરશે.

