મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મિત્ર જ બન્યો હત્યારો, ઉમંગ હત્યા કેસમાં ખુલાસો

રાજકોટમાં રૂખડીયા કોલોનીના 23 વર્ષીય ઉમંગ જાખેલીયાની હત્યાનો મામલો મિત્ર એ જ મિત્રની હત્યા કરી

તસવીર: gstv

રાજકોટમાં રૂખડીયા કોલોનીના 23 વર્ષીય ઉમંગ જાખેલીયાની હત્યાનો મામલો મિત્ર એ જ મિત્રની હત્યા કરી હોવાનું આવ્યું સામે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ મૃતક ઉમંગ આરોપી નાજીરની બહેન સાથે સોશિયલ મીડિયામાં વાતચીત કરતો હતો. તેની જાણ નાઝિરને થતાં તે રોષે ભરાયો હતો. તેણે ઉમંગને ચા પીવાના બહાને ઘરેથી બોલાવી અજાણ્યા સ્થળે લઈ ગયો. અને ત્યાં સાગરિતો સાથે મળી તેની પર હુમલો કરી તેને તેના ઘર નજીક ફેંકી દીધો. ઉમંગનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું. પોલીસે હત્યાનો ગુનો નોંધી નાજીર, આશીફ, સુજલ અને એક સગીર સહિત ચારેય આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો