મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરત સિવિલ હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટર આપઘાત કેસમાં રેગિંગનો મોટો ખુલાસો

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડન્ટ ડૉક્ટરના રહસ્યમય આપઘાત મામલે મોટો ખુલ

તસવીર: gstv

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડન્ટ ડૉક્ટરના રહસ્યમય આપઘાત મામલે મોટો ખુલાસો થયો છે. પોલીસ અને તંત્ર દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન મૃતક ડૉક્ટર સાથે રેગિંગ થયું હોવાનું સામે આવ્યું છે.પ્રાપ્ત વિગતો મુજબ, ચાર સિનિયર રેસિડેન્ટ વિદ્યાર્થીઓ દ્વારા મૃતક તબીબનું માનસિક અને શારીરિક શોષણ કરી રેગિંગ કરવામાં આવતું હતું. આ ગંભીર બાબત સાબિત થતાં હોસ્પિટલ પ્રશાસને તાત્કાલિક ધોરણે કડક પગલાં લીધા છે.આ ચારેય દોષિત વિદ્યાર્થીઓને આગામી 6 મહિનાના સમયગાળા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમને હોસ્પિટલની તમામ સેવાઓ, હોસ્ટેલ તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાંથી પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવી શકાય.

આ સમાચાર શેર કરો