VIDEO: ભરૂચથી સુરત તરફ ૧૧૪ કાવડ યાત્રીઓ રવાના, હર હર મહાદેવના જયઘોષ સાથે પગપાળા નીકળ્યા
ભરૂચના ઝાડેશ્વર પાસે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે સુરતના શિવશક્ત

ભરૂચના ઝાડેશ્વર પાસે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે સુરતના શિવશક્તિ મહાસંઘના ૧૧૪ કાવડ યાત્રીઓએ નર્મદા નદીનું પવિત્ર જળ કાવડમાં ભરીને સુરત જવા રવાના થયા. શ્રાવણ માસમાં આયોજિત ૧૪મી ઉભી કાવડ યાત્રા હેઠળ યાત્રીઓ હર હર મહાદેવના જયઘોષ સાથે પગપાળા નીકળ્યા. તેઓ સુરતના પાલનપુર પાટિયા વિસ્તારના દુધેશ્વર મહાદેવ મંદિર ખાતે સોમવારે સવારે જળાભિષેક કરશે. દર વર્ષે નિયમિતપણે આ યાત્રા કરી શિવજીની કૃપા મેળવવાની માન્યતા છે.




