મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષામાં મોટી ચૂક, ધોની પાસે પહોંચ્યો ફેન

IPL 2024માં અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિગ્સ વચ્ચે મેચ રમા

IPL 2024માં અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિગ્સ વચ્ચે મેચ રમાઇ હતી. આ મેચમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઇ સુપર કિંગ્સને 35 રને હરાવ્યું હતું.નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષામાં ભારે ચુક જોવા મળી હતી. એક પ્રશંસક સુરક્ષા ઘેરો તોડીને ધોની પાસે પહોંચી ગયો હતો.

ગુજરાત ટાઇટન્સે ચેન્નાઇ સુપર કિંગ્સને હરાવ્યું

ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટિંગ કરતા શુભમન ગિલ (104) અને સાઇ સુદર્શન (103)ની મદદથી 231/3 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઇ સુપરકિંગ્સની ટીમ 20 ઓવરમાં 196/8 રન બનાવી શકી હતી. 

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારે ચુક

આ મેચમાં અંતિમ ઓવર દરમિયાન એક પ્રશંસક નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા તોડીને અંદર પીચ પર પહોંચી ગયો હતો. તે ધોની પાસે પહોંચી ગયો હતો અને તેને ગળે લગાવ્યો હતો અને પગે પડ્યો હતો. થોડી વાર બાદ સુરક્ષાકર્મી તેને બહાર લઇ ગયા હતા. એક વખત ધોની પણ ફેનને અચાનક તેની પાસે જોઇને ચોકી ગયો હતો અને ફેનને જોઇને દોડવા લાગ્યો હતો.

પોલીસે ભાવનગરના જય જાનીને ઝડપીને ગુનો નોંધ્યો હતો. આ પહેલા પણ વર્લ્ડકપ વખતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી હતી. પેલેસ્ટાઇનના સમર્થનમાં એક યુવક સ્ટેડિમયની અંદર આવી ગયો હતો.

ધોનીની આક્રમક ઇનિંગ્સ

અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ સામે મહેન્દ્રસિંહ ધોની નવમા નંબર પર બેટિંગ કરવા માટે ઉતર્યો હતો. ધોનીએ 11 બોલમાં 3 સિક્સર અને 1 ફોરની મદદથી અણનમ 26 રન બનાવ્યા હતા. જોકે, તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહતો.

આ સમાચાર શેર કરો