VIDEO: Surat / 2 સખીઓની અતૂટ દોસ્તીનો કરુણ અંજામ; વિખુટા પડી જવાના ડરથી 17 વર્ષની સગીરાએ જીવન ટૂંકાવ્યું
સુરતના અમરોલી વિસ્તારમાં બે સખીઓ વચ્ચેના અતૂટ સંબંધો અને એકબીજા સાથે જ રહેવાની જિદ્દ વચ્ચે
સુરતના અમરોલી વિસ્તારમાં બે સખીઓ વચ્ચેના અતૂટ સંબંધો અને એકબીજા સાથે જ રહેવાની જિદ્દ વચ્ચે એક 17 વર્ષીય સગીરાએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લીધું છે.મળતી માહિતી મુજબ, બંને સખીઓ એકબીજાથી દૂર થવા નહોતી માંગતી. પરિવાર અલગ કરી દેશે તેવા ડરથી બંનેએ અગાઉ સાથે ઘર છોડીને ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે, અંતે વિખુટા પડી જવાની ભીતિ અને બહેનપણી સાથે ન રહી શકવાના આઘાતમાં સગીરાએ એસિડ પી લીધું હતું. સારવાર દરમિયાન સગીરાનું મોત નીપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.




